પ્રશ્નોત્તરી (પ્રશ્ન 5)
પ્રશ્ન : કરમાળામાં ૧૦૮ મણકા હોય છે તેનું રહસ્ય શું છે ?
૫.પૂ. પુનિતબાપુશ્રી : શાસ્ત્રોમાં માળાના ૧૦૮ મણકા બાબતે ઘણી જગ્યાએ જવાબ આપેલા છે, છતાં ટૂંકમાં જણાવું તો.. સતીજી જ્યારે પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઈને જોયું કે - ત્યાં મહાદેવજીનો ભાગ રાખવામાં આવેલ નથી તેથી શરીર છોડી દીધો તે શરીરને લઈ ભગવાન શિવ ફરી રહ્યા છે અર્થાત્ માયાને લઈ શિવ ફરી રહ્યા છે અને વિલાપ કરતા બોલે છે કે - ‘તું કયાં ગઈ?'. તે વખતે સાત્ત્વિક જ્ઞાન સ્વરૂપ વિષ્ણુ પોતાના સુદર્શન ચક્રથી-જ્ઞાનાસ્ત્રથી તે માયાનું ખંડન કરે છે - કાપી કાપી ૧૦૮ અલગ-અલગ કટકા કરે છે અને દર્શાવે છે કે - નશ્વરતાની તરફ ન જવું જોઈએ. આ ૧૦૮ કટકા જે જગ્યાએ પડયા તેનું મણકા એ પ્રતીક છે. દેવતા લોકો જે પ્રસંગ ઉપસ્થિત કરે છે તે બીજાને બોધ આપવા માટે જ હોય છે. કોઈ કહે છે કે - બ્રહ્માંડ-અખિલ સૃષ્ટિ વિવિધ ૧૦૮ તત્ત્વોમાં વિભાજીત થયેલ છે. બધાને પાર કરતા કરતા આપણે આગળ વધીએ છીએ. જેટલા સ્વર છે, વ્યંજન છે, વર્ણ માતૃકા છે, શબ્દ શાસ્ત્ર છે આ બધાને પાર કરીને જ્યારે સ્વર-વ્યંજનથી આગળ જાય છે તો તે પણ ૧૦૮ છે. અંતે સુમેરુ આવે છે. સુમેરુનો અર્થ છે "મર્યાદા". જગતમાં બધુ કરો. જપ, તપ, ધ્યાન, પૂજન બધુ જ કરો પણ મર્યાદાના બહાર ન જાવ. સુમેરુ પાસે જઈ ત્યાંથી પરત આવી ફરી જપ કરીએ છીએ, સુમેરુને ઓળગંતા નથી. ધ્યાન-પૂજન બધું જ કરો પણ મર્યાદાથી બહાર ન જવું. જગતમાં રહો, બધું કરો પણ મર્યાદાનું ઉલ્લઘંન ન કરવું જોઈએ. આ બધા તત્ત્વો, ગુણો, પ્રકૃતિની સાથે રહો, ફરો પણ અંતે તો પોતાની જગ્યા પર જ રહો.
Mala 108 beads reason Dhyana Meditation sahajyog MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace