Skip to main content

પ.પૂ. પુનિતબાપુશ્રીના તા.19-08-2019 રાત્રી સમયે થયેલા સત્સંગના અંશો..

  • કળિયુગ જલદી પૂરો થવામાં છે. એક ગ્રહણ આવે એટલે ૧૦,૦૦૦ વર્ષ કપાઈ જાય એટલે હવે કળિયુગનો અંત બહુ નજીક છે. ઘણા ગ્રહણ આવી ગયા એટલા માટે ઘણો બધો સંહાર થશે અને સમય બહુ જ નજીક છે.

  • તમે જો તમારા શ્વાસોચ્છવાસ ઉપર નજર રાખી શકો અને એ રીતે વધુમાં વધુ સમય પસાર કરી શકો તો એ મોટું ધ્યાન જ છે અને ખૂબ સારી અનુભૂતિ ગણાય.

  • હું મારું શરીર મારી ઈચ્છા પ્રમાણે વિસર્જન કરી શકું તેમ છું પણ હવે મારે વધારે રહેવું નથી, બે-અઢી વર્ષ તો બહુ-બહુ થઈ ગયા.

  • જે કોઈ અહીંયા રહે છે તેના શ્વાસમાં સીધેસીધો મારો શ્વાસ જાય છે અને એને મારા સોહમ આપોઆપ મળે છે એટલા માટે એને થોડા જ સમયમાં અનેક જન્મોની શુદ્ધિઓ અને આધ્યાત્મિક ઉત્થાન આપોઆપ થાય છે, ચાહે તેને ખબર હોય કે ન હોય.

  • શરીરની ઉંમરને હિસાબે હું દિવસે ધીમે ધીમે ચાલુ છું પણ રાત્રે તો હું ઉડું છું.

  • જે રીતે કોઈની આસક્તિ કાચના વાસણમાં હોય અને એ કાચનું વાસણ તોડી નાખવામાં આવે છે, ફૂટી જાય છે તો શરૂઆતમાં દુઃખ તો લાગે પણ ધીમે ધીમે એ દુઃખ પણ જતું રહે છે અને આસક્તિ હતી એનો પણ નાશ થાય છે. સદગુરુ આવી જ રીતે સાધકોની જે વિવિધ જાતની આસક્તિઓ રહેલી છે એને દૂર કરવા માટે અનેક રસ્તાઓ અપનાવતા હોય છે જે ક્યારેક દુઃખદ લાગે પણ સમય જતાં-જતાં એમાંથી એ બહાર આવી જતા હોય છે અને એનું કલ્યાણ થઇ થતું હોય છે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥


"શરીરની ઉંમર ને હિસાબે હું દિવસે ધીમે ધીમે ચાલુ છું પણ રાત્રે તો હું ઉડું છું."

~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Sadguru MahaMantra Dattatrey Kaliyug Grahan Soham sadguru krupa Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation