Skip to main content

પ્રશ્નોત્તરી (પ્રશ્ન 2)

પ્રશ્ન : ધ્યાનમાં બેસતા પહેલા ધૂન કરવી જરૂરી છે ?

૫.પૂ. પુનિતબાપુશ્રી : આપ આ પ્રશ્ન પૂછી રહ્યા છો તેથી હું જવાબ આપી રહ્યો છું. જ્યારે સિધ્ધ-સંત-મહાપુરુષ બોલે કે - આ રીતે કરી બેસો તો તે રીતે કરવું જોઈએ. આપના માટે સુવું-ખાવું-પીવું જરૂરી છે તો ધ્યાન કરવું પણ જરૂરી છે. આપ ચોવીશ કલાકમાં પાંચ-છ કલાક ઉંઘો છો તેથી શરીર સ્વસ્થ થાય છે પણ માનસિક અસ્વસ્થતા તો સુવાથી જતી નથી તે ધ્યાનથી જ જાય છે. ધ્યાન કરવાથી માનસિક સ્વસ્થતા આવે છે, જે રીતે ખાવું જરૂરી છે, સુવું જરૂરી છે તે રીતે ધ્યાન પણ જરૂરી છે. જો આપને જ્ઞાન હોય-સમજ હોય તો કરવું જોઈએ. એક ધ્યાની દરરોજ ધ્યાન કરે તો તેના તમામ કાર્ય વ્યવસ્થિત થાય છે અને તે ખુશખુશાલ રહે છે. હું બોલું છું કે - જેટલી પણ માનસિક તાણ આવે છે, બહેનોને તકલીફો હોય છે, કોઈ અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય છે જેથી ચીડીયાપણું આવે છે, ગુસ્સો આવે છે, માનસિક અસ્વસ્થતા થાય છે. કોઈ-કોઈ ભાઈ વેપાર-ધંધામાં અસ્ત-વ્યસ્ત રહે છે તે દરેકમાં ધ્યાનથી ફાયદો થાય છે અર્થાત્ આ એવું સૂક્ષ્મ તત્ત્વ છે કે જે આપની અંદર દાખલ થઈ આપના મનની અંદર દોડતા સૂક્ષ્મ વિચારો કે જે તમને પરેશાન કરે છે તેને સહજમાં દૂર કરે છે. એક એવું અભેદ કવચ પેદા કરે છે કે આપને કશું સ્પર્શ પણ ન કરી શકે.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ધ્યાન કરવાથી માનસિક સ્વસ્થતા આવે છે, જે રીતે ખાવું જરૂરી છે, સુવું જરૂરી છે તે રીતે ધ્યાન પણ જરૂરી છે. જો આપને જ્ઞાન હોય-સમજ હોય તો કરવું જોઈએ. એક ધ્યાની દરરોજ ધ્યાન કરે તો તેના તમામ કાર્ય વ્યવસ્થિત થાય છે અને તે ખુશખુશાલ રહે છે."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Dhyana Meditation sahajyog MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace