Skip to main content

પ્રારબ્ધ કર્મ ભોગવે જ છુટકો

સંચિત કર્મો સદગુરુની કૃપાથી બળી જાય છે. જ્યારે દરરોજ બનતાં ક્રિયામાણ કર્મો રોજ રોજ સદગુરુને અર્પણ કરવાથી તેનો સંગ્રહ થતો નથી પરંતુ પ્રારબ્ધ કર્મ ભોગવવા જ પડે છે. સદગુરુની કૃપાથી પ્રારબ્ધ કર્મો ભોગવવામાં કષ્ટ પડતું નથી. જે રીતે ડોકટર શરીરનો ભાગ ખોટો કરી પછી ઓપરેશન કરે છે જેથી આપણને ખબર પડતી નથી તે રીતે પ્રારબ્ધ કર્મો પણ ઓછી તકલીફે ભોગવાઇ જાય તેવી શક્તિ સદગુરુ આપે છે. ભગવાન કૃષ્ણને પણ પ્રારબ્ધ કર્મ ભોગવવું પડ્યું હતું.

સુખ અને દુઃખ તથા દ્વંદ્વ જેને સ્પર્શે નહી તેને જીવનમુક્ત અવસ્થા કહેવાય છે. રાજા જનક આવા જીવનમુક્ત જ્ઞાની આત્મા હતા.

જ્યારે કોઇ દુઃખ સહન ન થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરજો કે - હે ભગવાન ! હવે સહન નથી થતું તે તુરત જ તમારું કષ્ટ લઇ લેશે અંતે તે કોઇ પણ રીતે સ્થૂળ દેહ ધારણ કરીને તમારૂં કષ્ટ ભોગવી લેશે કારણ કે, ઇશ્વરી કાનૂન અફર છે. પ્રારબ્ધ કર્મો સ્થૂળ શરીરથી ભોગવ્યે જ છુટકો.

દશ જન્મના ભેગા થયેલા કર્મો સદગુરુ સેંકડો સ્થૂળ શરીર બનાવીને સાધકના કર્મો કાપીને તેને આગળ લઇ જાયછે. લય યોગ, ક્રિયા યોગ અને આંતર યોગ આ ત્રણેય યોગથી તમારા સંચિત કર્મો ભગવાન કાપી નાખે છે.

જીવનમુકત અવસ્થા પછીની અવસ્થાને વિદેહ અવસ્થા કહેવાય છે. રાજા જનક ‘જનક વિદેહી’ કહેવાતા. વિદેહી અને ચિન્મય અવસ્થા, જીવનમુકત એટલે તુર્યા, અને વિદેહી એટલે તુર્યાતીત. આવી અવસ્થા પછી ૨૪ થી ૨૮ દિવસ પરમ અવધૂત અવસ્થા રહે છે. પછી દેહ છુટી જાય છે.

કોઇ કોઇને આવી અવસ્થા નથી આવતી, માત્ર સાંભવી અવસ્થા રહેશે, જે મૌનભાષામાં ઉપદેશ આપશે. પ્રશ્નોનું સમાધાન કરશે.

કોઇ-કોઇ ૨૪ દિવસ દરમ્યાન સમાધિ લઈ લેશે જ્યારે કોઇ અદ્રશ્ય થઇ જશે. ચપટી ભસ્મ કે ફૂલ પડ્યા રહેશે. જ્યારે કોઇ કોઇના મસ્તકમાંથી પ્રકાશ નીકળી બ્રહ્મમાં વિલીન થઇ જાય છે.

શ્રી યુધિષ્ઠિર બધું જાણતા હતા છતાં જુગાર રમવા જાય છે. અને જુગાર રમ્યા પછી ભગવાન કૃષ્ણને પુછે છે કે ‘‘આમ કેમ થયું ? ’’ ભગવાન જ્વાબ આપે છે કે, “તમારૂં કર્મ તમને ત્યાં ખેંચી ગયું."

વ્યાસજીએ અઢાર પુરાણો લખ્યા છે તે મહાજ્ઞાની અને તપસ્વી હતા તે છતાં તેમણે માછીમાર કન્યા સાથે લગ્ન કર્યા.. સંસાર ભોગવ્યો.. કર્મ ખેંચી ગયું.

વિશ્વામિત્ર મેનકામાં આકર્ષિત થયા અને સંતાન પેદા થાય છે તેમને પણ તેમનું પ્રારબ્ધ ખેંચી ગયું.

આ ત્રણેય દ્રષ્ટાંતથી સમજાઇ જશે કે - પ્રારબ્ધ કર્મ ભોગવે જ છુટકો.


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"સંચિત કર્મો સદગુરુની કૃપાથી બળી જાય છે. જ્યારે દરરોજ બનતાં ક્રિયામાણ કર્મો રોજ રોજ સદગુરુને અર્પણ કરવાથી તેનો સંગ્રહ થતો નથી પરંતુ પ્રારબ્ધ કર્મ ભોગવવા જ પડે છે. સદગુરુની કૃપાથી પ્રારબ્ધ કર્મો ભોગવવામાં કષ્ટ પડતું નથી. જે રીતે ડોકટર શરીરનો ભાગ ખોટો કરી પછી ઓપરેશન કરે છે જેથી આપણને ખબર પડતી નથી તે રીતે પ્રારબ્ધ કર્મો પણ ઓછી તકલીફે ભોગવાઇ જાય તેવી શક્તિ સદગુરુ આપે છે. ભગવાન કૃષ્ણને પણ પ્રારબ્ધ કર્મ ભોગવવું પડ્યું હતું."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ



Karma Prarabdh Karma Kriyman Karma Sadguru Dattatreya Yudhisthir Vishwamitra Raja Janak Videh Samadhi Avadhut MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj Hari Om Tatsat Jai Guru Datta Mantra for mental peace