Skip to main content

મારા અનુભવો (પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી)

  • આત્મ સાક્ષાત્કાર થયો તે પહેલા એક વાર મને એવું લાગ્યું કે - વહેતી નદીમાં કોઈ મોટો પથરો અવરોધ રૂપે પડ્યો છે. મારી પાસે ઘણા જીવો કંઈક અપેક્ષા રાખતા હતા પણ મેં કહ્યું કે - મારી પાસે તો કંઈ નથી ત્યારે સદગુરુ મારા વતી યજ્ઞ કરાવે છે અને તે મારા પૂર્વજો વગેરેને કંઈક આપે છે તેવું મેં જોયું. ગુરુ તો મોક્ષમાર્ગનો પ્રાણ છે, તેના ચરણમાં ચીપકી જ જાવ. તે દૈહિક, દૈવીક, પારલૌકીક અનેક પ્રકારના ઋણ પુરા કરાવે છે.

  • ગુરુદત્તનો સંદેશ : સદગુરુ શ્રી દત્ત ભગવાન આપવાથી ખુબજ પ્રસન્ન થાય છે. આપની પાસે પૈસો, અનાજ, જ્ઞાન જે કંઈ હોય તે છુટ્ટા હાથે આપો. સિધ્ધ મંડળ-ગુરુ મંડળની રીત છે કે દાન કરો. મે ગંગા કિનારે જોયું છે કે - સદગુરુ માલપુવા, જલેબી વગેરે મિષ્ઠાનો સંન્યાસીને પ્રેમથી ખવડાવે છે. ददाति तत्त्वं बोधं ज्ञानम् इति दत्तः તત્ત્વ-બોધ-જ્ઞાનના દાતા છે તે "દત્ત" છે.

  • જે લોકો અહીં આવ્યા છે તેમની પાછળ તેમના પિતૃઓ પણ આવેલા છે તે મેં જોયું છે. પોતાના કુટુંબમાંથી કોઈ વ્યક્તિ સારૂ કમાય-વસ્તુ વસાવે તો વડીલો ખુશ થાય છે તે રીતે તમે પૂણ્યનું ભાથું એકઠું કરવા આવ્યા છો તેથી તે પિતૃઓ પ્રસન્નતા અનુભવે .

  • બ્રહ્મ મુહૂર્તમાં સાધના ફ્ળદાયી રહે છે. પ્રાતઃ કાળે ૪ થી ૬ ના સમયમાં કંઈક અલગ પ્રકારની ઉંઘ આવે છે. સહેજે અનિંદ્રાના રોગીને પણ તે સમયે ઉંઘ આવી જાય છે. મેં જોયું છે કે - ઋષિ મંડળ-સંત મંડળ તે સમયે "वर्धयामि वर्धयामि" અર્થાત્ "વધારો થાય - વધારો થાય" એમ આર્શિવાદ આપતા આકાશમાં વિહાર કરે છે. ટૂંકમાં, તમે જે કંઈ કામ કરો તેમાં વધારો-પ્રગતિ થાય. પસંદગી તમારી.....

  • તમે લોકો આવો છો ત્યારે ઘણી વાર તમારા માથા પર મને કંઈક પ્રકૃતિ સૂચક ચિન્હ દેખાય છે, ઘણીવાર નથી પણ દેખાતા. એક બેનના માથા પર મને બિલાડી દેખાઈ તેનો અર્થ એ છે કે - તે બિલ્લી જેવી લૂચ્ચી વ્યક્તિ છે. કોઈના માથા પર પાદુકા કે પુષ્પ દેખાય તે ગુરુભક્તિનો સંકેત છે. એક વાર તો એક બેનના માથા પર મને સળગતો પ્રાઈમસ દેખાયો... તે અતિ ક્રોધી અને કજીયાખોર હતી.

  • આ શરીરને ઘણા દિવસો સુધી ધ્યાન-સમાધિનો અનુભવ થયો છે. એક વાર ધ્યાનનો અનુભવ ન થયો અને સામે બેઠેલા ચાર-પાંચને સખત ધ્યાન લાગ્યું હોય તેવું જોયું. સદગુરુને પૂછ્યું કે - “મને કેમ ધ્યાન નથી લાગતું અને પેલા લોકોને સરસ ધ્યાન છે,” સદગુરુ બોલ્યા - “તે લોકોને ધ્યાન નથી, માત્ર દેખાવ ખાતર જ બેઠા છે.” ખરેખર તે લોકો સરળ તો ન હતા. આ મહામંત્રમાં પ્રચંડ શક્તિ છે. તમારા કામ થાય કે ન થાય પણ મંત્રથી ધ્યાન લાગશે જ કારણ કે વરદાન જોડાયેલ છે. જેને વધુ ધ્યાન લાગે તે સરળ છે તેમ પણ ન માનવું. ઘણા કપટી લોકોને સખત ધ્યાન લાગે છે તેથી અંજાઈ ન જવું તેની શ્રધ્ધા વધે તે માટે પણ સદગુરુ જોરદાર અનુભૂતિ કરાવતા હોય છે.

  • જીવનમાં સત્યની ઉપલબ્ધિ એ ખુબજ મહત્વની બાબત છે. ભગવાન બુધ્ધ, મહાવીર ભગવાન વગેરેને કઠોર સાધનાના ફળ સ્વરૂપે સત્ય જ્ઞાન થયું છે. જે. કૃષ્ણમૂર્તિ જેવા મહાન ફ્લિોસોફર પણ છેલ્લે સુધી સત્યની ઉપલબ્ધિ માટે તલસતા રહ્યા છે. તમે માનો કે ના માનો પણ “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” થી ઓછા સમયમાં, ઓછી સાધનાથી અનેક ગણું પ્રાપ્ત થયું છે. એક વાર સવારે માઁ ગંગાની ગોદમાં બેઠેલી અચાનક જ લગભગ ત્રણેક કલાક સુધી અખૂટ જ્ઞાન પ્રવાહ પ્રવાહિત થયો તે લિપિબધ્ધ પણ થઈ ગયેલ છે. ટુંકમાં, સત્યની ઉપલબ્ધી માટે જન્મો પસાર થઈ જાય તે સદગુરુ એ કૃપા કરી આપી દીધો.

    सद्गुरु की महिमा अनंत, अनंत किया उपकार ।
    लोचन अनंत उघाडिया, अनंत दिखावनहार ॥


~પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥
(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજની ૪૫ વર્ષોની કઠોર તપસ્યાના ફળ સ્વરૂપ દત્તાત્રેય ભગવાન તરફથી સાધકની માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાપ્ત મહામંત્ર)



"ગુરુ તો મોક્ષમાર્ગનો પ્રાણ છે. તેના ચરણમાં ચીપકી જ જાવ. તે દૈહિક, દૈવીક, પારલૌકીક અનેક પ્રકારના ઋણ પુરા કરાવે છે. "

~પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી


"સદગુરુ શ્રી દત્ત ભગવાન આપવાથી ખુબજ પ્રસન્ન થાય છે. આપની પાસે પૈસો, અનાજ, જ્ઞાન જે કંઈ હોય તે છુટ્ટા હાથે આપો. સિધ્ધ મંડળ-ગુરુ મંડળની રીત છે કે દાન કરો. મે ગંગા કિનારે જોયું છે કે સદગુરુ માલપુવા, જલેબી વગેરે મિષ્ઠાનો સંન્યાસીને પ્રેમથી ખવડાવે છે. ददाति तत्त्वं बोधं ज्ञानम् इति दत्तः તત્ત્વ-બોધ-જ્ઞાનના દાતા છે તે "દત્ત" છે."

~પ.પૂ. મૈયાશ્રી શૈલજાદેવી



Anubhav Experience Meditation Guru maiyashree shailajadevi shibir pravachan