Skip to main content

ઈંગ્લેન્ડના સમાચારપત્ર કહે છે કે....

ગુરુમંત્ર પરમેશ્વરનું સાનિધ્ય અપાવે છે.

ભારતના પ્રખ્યાત ગુરુએ મહાનગરમાં સહજ ધ્યાનયોગ દ્વારા હજ્જારો લોકોને અનુભૂતિ કરાવી છે.

પૂજ્ય બાપુના હુલામણા નામથી ઓળખાતા દૈવી વ્યક્તિત્વ ધરાવતા મહર્ષિ પુનિતાચારીજીના દર્શન માટે હજ્જારો અનુયાયીઓ પશ્ચિમ ક્રોયડોનના કેમ્પબેલ રોડ પર આવેલ ઓસવાલ સેન્ટરમાં શનિવારની રાત્રે ઉમટી પડ્યા હતા.

પૂજ્યશ્રીએ હિમાલયની કંદરાઓમાં દરરોજની અઢાર કલાકની પ્રખર સાધના કરી, તેના ફ્ળસ્વરૂપે તા. ૧૫-૧૧-૧૯૭૫ ના તેમને ત્રિમૂર્તિ ભગવાન દત્તાત્રેયનો સાક્ષાત્કાર થયો.

પૂજ્યશ્રીના મત પ્રમાણે ભગવાન દત્ત પ્રદત્ત આ શક્તિશાળી મંત્ર (હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત) થી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે.

સમગ્ર માનવ કલ્યાણનો આ મંત્ર મેળવવા તેઓશ્રીએ પોતાનું સમગ્ર જીવન સમર્પણ કર્યું છે. ક્રોયડોનની પધરામણી દરમ્યાન સોમવારના બપોર પછી (ઈંગ્લેન્ડના) એડ્વરટાઈઝરના સંવાદદાતા સાથે ખાસ સમય ફાળવી સત્ પ્રવૃત્તિની વાત કરતા જણાવ્યું કે –

પૂજ્યશ્રી બોલ્યા : “ભારતમાં આવેલ ગિરનાર પર્વતની ગોદમાં એકાંતમાં ઘણા વર્ષો પસાર થયા."

“ભગવાન દત્તે પ્રગટ થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે મેં માત્ર આટલી જ વિનંતી કરી કે - મારા કરતા ઓછી સાધનાથી બીજાને આપની કૃપા જલ્દી પ્રાપ્ત થાય."

"પરિણામ સ્વરૂપ વિશ્વ કલ્યાણ માટે આ મંત્ર પ્રાપ્ત થયેલ છે. આમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. આ મંત્ર માત્ર હિંદુ માટે નથી પણ સમગ્ર માનવજાત માટે છે,”

“મારો અનુભવ છે કે - કોઈપણ ધર્મના ઉપાસક પછી ભલે તેના ઇષ્ટદેવ અલ્લાહ, ઈશુ ખ્રિસ્ત કે બુદ્ધ હોય તેનું ધ્યાનમાં અવશ્ય કલ્યાણ થાય છે."

“લોકોને માત્ર હિંદુત્વની વાતો કરવા નથી આવ્યો પણ શાંતિ સંદેશના પ્રચાર માટે જ હું અહીં આવ્યો છું.

“હું પૈસાની માંગણી કરતો નથી પણ લોકો આ મંત્ર કરે અને પરિણામ જુએ એ માંગુ છું.”

પૂજ્ય બાપુશ્રીનો મંત્ર “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" , તેઓશ્રી તેમના અનુયાયી (મહામંત્ર ઉપાસક) ને વચન આપે છે કે - દિવસમાં માત્ર દશ મિનિટ આ મંત્રની ધુન કરી ૧૫ થી ૨૦ મિનિટ સહજ ધ્યાનમાં બેસવાથી સફ્ળ જીવનનો માર્ગ મળી જશે અને શાશ્વત શાંતિ અને પરમ સુખ પ્રાપ્ત થશે.

તેઓશ્રી (ભારપૂર્વક) બોલ્યા, “મારું માત્ર એટલું જ કહેવાનુ છે કે - લોકો મંત્ર ઉપાસના કરે અને પછી અનુભવે શું થાય છે."

ઓસવાલમાં દર ગુરુવારે રાત્રે સાધના કેન્દ્ર ચલાવતા શ્રી ચંદ્રકાન્ત શુકલએ ગુરુદેવની આ પધરામણીનું આયોજન કરેલ.

ક્રોયડોનમાં પુજ્યશ્રીના સત્સંગનો લાભ લેવા એટલાન્ટીકની બીજી બાજુના પ્રદેશમાંથી આવેલા અનુયાયીઓ ફરીથી શનિવારની રાતથી ત્રણ દિવસ માટે સાધના કેન્દ્રમાં શરૂ થનાર ધ્યાન શિબિરમાં હાજરી આપી છે.

શનિવારના રાત્રે પૂજ્યશ્રીનો લાભ લેવા પધારેલ નવા-જુના ૪૦૦ સાધકો સમક્ષ શિબિરમાં બોલતા જણાવ્યું કે, “લોકો સંપૂર્ણ શરણાગત થઈ આ મંત્ર દ્વારા સાધના કરશે તો મને જેમ ગિરનારમાં ભગવાન દત્તના દર્શન થયા તેમ તમને પણ પ્રભુ કૃપા પ્રાપ્ત થશે."

(અક્ષરશઃ ભાષાંતરને બદલે ભાવાર્થ રજૂ કરેલ છે.)


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
‘ધી એડવરટાઈઝર' શુક્રવાર ૪, ઓક્ટોબર ૨૦૦૨

॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥



દિવસમાં માત્ર દશ મિનિટ આ મંત્રની ધુન કરી ૧૫ થી ૨૦ મિનિટ સહજ ધ્યાનમાં બેસવાથી સફ્ળ જીવનનો માર્ગ મળી જશે અને શાશ્વત શાંતિ અને પરમ સુખ પ્રાપ્ત થશે. મારું માત્ર એટલું જ કહેવાનુ છે કે - લોકો મંત્ર ઉપાસના કરે અને પછી અનુભવે શું થાય છે. લોકો સંપૂર્ણ શરણાગત થઈ આ મંત્ર દ્વારા સાધના કરશે તો મને જેમ ગિરનારમાં ભગવાન દત્તના દર્શન થયા તેમ તમને પણ પ્રભુ કૃપા પ્રાપ્ત થશે.

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)



England NewsPaper The Advertiser