Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (6)

સુભદ્રા હરણ

ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની પ્યારી બેન સુભદ્રા. સુભદ્રાને અર્જુન સાથે પ્રેમ અને શ્રીકૃષ્ણની ઈચ્છા કે - સુભદ્રા પાંડવ પત્ની બને, જ્યારે બલરામની ઈચ્છા કે - સુભદ્રા કૌરવ પત્નિ બને. ધર્મ માટે બન્ને ભાઈ લડવાના મુડમાં હતા. શ્રીકૃષ્ણે યુક્તિ કરી. ગુપ્ત રુપમાં અર્જુનને સુભદ્રા પાસે રાખ્યો અને સુભદ્રા હરણની સલાહ આપી સાથોસાથ સુભદ્રાને સૂચના આપી કે - અર્જુન સાથે રથમાં ભાગ ત્યારે પુરુષના કપડા પહેરવા અને રથ પોતે ચલાવવો.

નિશ્ચિત સમયે સુભદ્રા-અર્જુન ભાગ્યા. શ્રીકૃષ્ણે બલરામને સંદેશ મોકલ્યો કે - "બંને ભાગ્યા છે.” ક્રોધાવેશ બલરામ વિશાળ સૈન્ય સાથે પીછો કરે છે અને તેમાં શ્રીકૃષ્ણ પણ જોડાયા. પેલા બે એકલા. આ તરફ વિશાળ સૈન્ય અને બે મહારથી શ્રીકૃષ્ણ અને બલરામ. થોડીવારમાં રથ નજીક પહોંચે તે પહેલા શ્રીકૃષ્ણ બોલ્યા “મોટાભાઈ, સુભદ્રા હરણ થયું તે તમારી ગેરસમજણ છે. ખરેખર તો સુભદ્રા જ રથ ચલાવે છે અને અર્જુનનું હરણ કરે છે. સુભદ્રાની ઈચ્છા જ અર્જુન સાથે પરણવાની છે તેથી અર્જુનનું હરણ કર્યું છે !!!” આ દૃશ્ય અને શ્રીકૃષ્ણની હૃદયસ્પર્શી વાત સાંભળી બલરામ શાંત થાય છે. અર્જુન-સુભદ્રાના લગ્ન થાય છે.


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Krishna Balram Subhadra Arjun Mahabharat Pandav