Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (5)

ગુરુ રૂપ શ્રી કૃષ્ણ સદા તારણહાર

મહારથી કર્ણ કુંતીપુત્ર હતો પણ તે અધર્મના ઓટલે બેઠો અને ગુરુ પરશુરામ સાથે કપટ કર્યું. શ્રીકૃષ્ણ યુધ્ધ ન થાય તે માટે સમાધાન કરવા દુર્યોધન પાસે ગયેલા. કર્ણને પણ વ્યક્તિગત મળી સમજાવે છે આખરે "યુધ્ધ એ કલ્યાણ" એ નિર્ણય જાહેર થાય છે. "અંત સમયે બધી વિધા ભૂલી જઈશ" ગુરુદેવ પરશુરામનો શાપ કર્ણની પાછળ ફરી રહ્યો છે. એકમાત્ર અર્જુન સાથે યુધ્ધ કરીશ અને અર્જુનને મારીને જંપીશ એ ગર્જના સાથે કર્ણ યુધ્ધમાં ઝંપલાવે છે. અંત ઘડીએ કર્ણના રથનું પૈડું જમીનમાં ખુંપી જાય છે. પોતે શસ્ત્રો બાજુએ મુકી પૈડું કાઢવા પ્રયત્ન કરે છે. આ તરફ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આદેશ આપે છે કે, “પ્રહાર કર.” અર્જુન ધનુષ્ય પર બાણ ચડાવે તે પહેલા કર્ણ ધર્મની સુફિયાણી વાતો અને નિઃશસ્ત્રી પર પ્રહાર ન કરવો વગેરે યુધ્ધના નિયમો બતાવે છે. પ્રભુ તેની પ્રત્યેક દલીલનું ખંડન કરી વાગ્બાણોથી તેનો સંહાર કરે છે અને અર્જુનને નિમિત્ત બનાવી કાયમ માટે કર્ણની બોલતી બંધ કરી દે છે અને ગુરુદેવ પરશુરામની વાણી સફળ કરે છે. આ ઘડીએ શ્રીકૃષ્ણ હાજર ન હોત તો અર્જુન કયારેય કર્ણને હરાવી ન શકે તેવું મહાભારત વાંચતા લાગે છે.


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Krishna Karna Arjun Mahabharat Pandav