Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (2)

હવે, વિજય નિશ્ચિત છે

મહાભારતના યુદ્ધમાં પાંડવ સેનામાં ક્યારેક આનંદ તો ક્યારેક સન્નાટો. આજે કૌરવો ખુશ હતા કારણ કે મહારથી કર્ણે ઘટોત્કચનો વધ કર્યો હતો. પાંડવો નિરાશ હતા તેમાં સૌથી વધારે દુ:ખી ભીમ હતો કારણ કે પ્યારા પુત્રનું મોત તેના માટે અસહ્ય હતું.

શ્રીકૃષ્ણ ખુશ હતા, તેનું આશ્ચર્ય સૌને હતું. સૌને ખબર હતી કે - શ્રીકૃષ્ણ પાંડવોને અપાર પ્રેમ કરે છે. અરે ! પાંડવોને વચન પણ આપેલ છે કે - કોઈ પણ એક પાંડવનું મોત થશે તો હું પ્રાણ ત્યાગીશ. વનવાસ દરમ્યાન પણ પ્રભુ પાંડવોની સતત સંભાળ રાખતા. આજે પાંડવ સેનામાં ભંગાણ પડયું છતાં પ્રભુ શા માટે ખુશ ?

પ્રભુ અંતર્યામી છે. શ્રીકૃષ્ણ બોલ્યા, “ઈન્દ્રે કર્ણને શક્તિ (શસ્ત્ર) આપેલ તેનાથી તે અર્જુનનો નાશ કરવાનો હતો. તે અમોધ શસ્ત્રની મને ચિંતા હતી. મહારથી ઘટોત્કચ કોઈથી ગાંજયો જાય તેવો ન હતો. તે ભયંકર નર સંહાર કરી કૌરવ સેનાનો સફાયો કરી નાખવા તત્પર હતો. પૂર્વજન્મમાં તેને શાપ પણ હતો. કર્ણે તેને મારવાનું બીડું ઝડપ્યું ત્યારે હું ખુશ થયો અને તે એક માત્ર શક્તિ શસ્ત્રથી જ મરી શકે, અન્ય શસ્ત્રો તો તેના માટે રમકડા હતા. આખરે કર્ણે શક્તિ શસ્ત્રનો પ્રયોગ કર્યો, તેથી અર્જુન પરનો ભય ગયો. હવે, વિજય નિશ્ચિત છે.”


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Ghatotkach karn Mahabharat Kaurav Pandav Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Spontaneous Meditation